શ્રી દેશાવરી વિશા શ્રીમાળી વણીક સોની જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

0

શ્રી દેશાવરી વિશા શ્રીમાળી વણીક સોની જ્ઞાતિ દ્વારા એક જનરલ મિટીંગનું તથા યુવક મંડળ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનો કાર્યક્રમ-ર૦ર૩નું ભવ્ય આયોજન કરેલ જેમાં જ્ઞાતિ રત્ન એવા ધોરણ વિદ્યાર્થીઓને ઈનામ, પ્રમાણપત્રો તથા શિલ્ડ વિતરણ કરવામાં આવેલ હતા. આ તકે બહળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો. કાર્યક્રમના અંતે સૌએ જ્ઞાતિ ભોજનનો આનંદ માણેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ તથા યુવક મંડળ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળ પ્રમુખ જયેશ ધોળકીયા, મંત્રી રાજુભાઈ ગેડીયા, ચેતનભાઈ લાઠીગરા, ભરતભાઈ ઝાંઝમેરીયા, નિલેશભાઈ, હરકીશનભાઈ રાજપરા, કેતન કડેચા, માધવ ગેડીયા, પ્રમુખ નિકુંજભાઈ ધોળકીયા, મંત્રી હિતેષભાઈ, કિરીટભાઈ ચરાડવા વિગેરે કારોબારી તથા જ્ઞાતિ સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રિયાંશી ધોલકીયા તથા શ્રેયા ગેડીયાએ કરેલ હતું. આ તકે જ્ઞાતીના પત્રકાર ધીરૂભાઈ ઝાંઝમેરીયાનું પુષ્પગુચ્છથી યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!