જૂનાગઢમાં સાથે અભ્યાસ કરતા યુવકે લગ્નની લાલચ આપી અને શારિરીક સંબંધ બાંધી નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના પગલે યુવતીએ ઉંઘની ગોળીઓ પીધી : આરોપી સામે પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં અભ્યાસ કરતી અને એક કોલેજમાં હોસ્ટેલમાં રહેતી એક યુવતીની સાથે ભણતા યુવક સાથે પ્રેમ સંબંધ થયેલ હોય અને તે આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને તેની મરજી વિરૂધ્ધ શારિરીક સંબંધ બાંધી તેમજ આ યુવતીના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતા આ યુવતીએ ર૦ ઉંઘની ગોળીઓ પી જવાનો બનાવ બનવા પામતા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢની એક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને પોરબંદરના એક પરિવારના ર૦ વર્ષની યુવતીએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ યુવતી તેમજ પ્રિતેશભાઈ જગજીવનભાઈ ગોહેલ રહે. જુનું સોમનાથ, વેરાવળ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી યુવતી તથા આરોપી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. દરમ્યાન પ્રેમ સંબંધ થયેલ આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળજબરીથી શારિરીક સંબંધ બાંધી સંભોગ કરેલ અને ફરિયાદીએ સંબંધ રાખવાની ના પાડતા તેને ઢીકાપાટુનો માર મારી બોલપેનના પોઈટ મારી ફરિયાદીના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપેલ જેથી ફરિયાદીને લાગી આવતા એક સાથે ર૦ ઉંઘની ગોળીઓ પી ગયેલ છે. દરમ્યાન યુવતીની ફરિયાદના આધારે પોલીસે પ્રિતેશભાઈ જગજીવનભાઈ ગોહેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.

જૂનાગઢમાં જુગાર દરોડો
જૂનાગઢ સી ડીવીઝન પોલીસે રાજીવનગર વિસ્તારમાંથી જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચને રૂા.૧૦૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!