સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢ શહેરની ભવનાથ તળેટીનું પવિત્ર ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે. ત્યારે અહીંયા આવેલ અનેક પ્રવિત્ર સ્થળોનું ખુબ મહત્વ રહેલું છે. તેમાનું મહત્વ એક ક્ષેત્ર ભવનાથ મંદિરો ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવને સવારે પ૧ કિલો ફ્રુટનો તથા સાંજે ૧૧,૧૧૧ બિલ્વપત્રના શ્રૃંગારના દર્શન યોજાયા હતા. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું અનેરૂ મહેત્વ રહેલું છે. તેમાં પણ દેવાધીદેવ મહાદેવની પૂજા અર્ચના, આરાધના, દુધ અભિષેક, ફુલ, ફળ અર્પણ કરી પોતાની મનોકામના પુર્ણ કરવા માટે રીજવતા હોય છે. તેમજ શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા અને ભકિતનું ખુબ જ મહત્વ રહેલું છે. આમ, શ્રાવણ મહિનાના ચાર સોમવારના દિવસે ભવનાથ મંદિર ખાતે મહાદેવને ફ્રુટ, ફળ, ચોકલેટ અને ફુલો સહિતનો શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને અતિ પ્રિય એવા બિલ્વપત્રનો શ્રૃંગાર ભવનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ભકતો આવી પહોંચ્યા હતા. ઉપરાંત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ડિસ્ટ્રિકટ જજ, કમિશ્નર, ડિવાયએસપી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ મહાદેવને શીશ ઝુંકાવી પૂજા કરી હતી. આ તકે મહંત હરિગીરી મહારાજે શિવ ભકતોને આશીવર્ચન પાઠવ્યા હતા. શ્રાવણ મહિના દરમ્ય્ન દરરોજ સવારે ૪ કલાથી મહાદેવના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.