સાસણ ગીરમાં વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે એક નવો પરિપત્ર જાહેર કરીને સાસણ ઉપરાંત આસપાસના ૧૭ ગામના લોકોને પણ વાહન વસાવી ગીરમાં જીપ્સી ચલાવવા માટે જાેગવાઈ જાહેર કરતા તેની સામે સ્થાનિક સાસણના જે વર્ષોથી અહી પોતાની રોજી રોટી મેળવી રહયા છે તેઓએ જૂનાગઢમાં રેલી કાઢીને આ નિયમનો વિરોધ કરીને વન વિભાગને તે નિર્ણય રદ કરવાની માંગણી કરી છે. એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીરમાં સિંહોની ગર્જના તો સાંભળી હશે. પરંતુ આજે સિંહો સાથે જ રાત દિવસ વિતાવતા એવા સાસણ ગામના ૬પ જેટલા જીપ્સીના ચાલકોએ પોતાના હકક માટે ગર્જના કરવી પડે છે. અને તે પણ વન વિભાગ સામે સાસણ જીપ્સી ચાલકોના એક સંગઠન દ્વારા જૂનાગઢ વન વિભાગની કચેરીએ આવી રેલી કાઢી હાથમાં બેનરો સાથે મુખ્ય વન સંરક્ષકને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સાસણ ગામમાં રહેતા સ્થાનિક ૬પ જેટલા જીપ્સી ચાલકોએ કોઈને કોઈ ઉધાર અને ડાઉન પેમેન્ટ ભરી લોન ઉપર લાખો રૂપિયાના જીપ્સી વાહનો લીધા છે. અને પ્રવાસીઓને લઈને ભાડે કામ કરી રહયા છે.
તેમાંથી તેમના પરિવારની રોજગારી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં વન વીભાગ દ્વારા નવા પરિપત્રો બહાર પાડીને એવી જાેગવાઈ અમલમાં મુકેલ છે કે દેવળીયા પશ્ચિમ ખંડમાં તથા સાસણમાં આવતા ટુરીસ્ટોને વધુ સુવિધા મળી શકે માટે ૧૭ ગામોના લોકોને વાહનો વસાવાની જાેગવાઈ કરેલ છે તે અમો વર્ષોથી લોન ઉપર અને ઉધાર લઈને જીપ્સી સફાઈ વાહનો ખરીદેલ છે તે વાહન માલિકો માટે અન્યાય કરતા પગલું છે તે ૧૭ ગામના લોકો તો પોતાની જાતે ખેત મજુરી અને ખેતી કરીને તેમના પરિવારનું ગુજરાત ચલાવે છે તેમને આ સફાઈ વાહનોનો સાસણ ગીર જંગલોમાં પ્રવાસીઓને ફેરવવાનો કોઈ જ અનુભવ નથી કે રસ્તાઓની જાણકારી નથી જેથી અમારાી જેવા જુના અનુભવીઓને સાઈડમાં મુકીને તેઓ નિર્ણય કરી પરિપત્ર વન વિભાગે જાહેર કરેલ છે તેમાં ફેરવિચારણા કરવી જાેઈએ. આ બિનઅનુભવી વાહનચાલકોને લઈને પ્રવાસીઓને પણ અગવડતા પડે તેવી શકયતાઓ રહે લે છે જેની સીધી અસર વન વીભાગની આર્થિક આવર ઉપર પણ પડશે.
સાથે સાસણ ગામનો આર્થિક વ્યવહાર પણ મોટો ફટકો પડશે જેને લઈને સ્થાનિક રહેવાસીઓ જે વર્ષોથી જીપ્સી વાહનો ચલાવી રહયા છે તેમના પરિવારના ૩રપ જેટલા લોકોની રોજીરોટી છીનવાઈ જાય તેવું આ પગલું છે. જેને લઈને આ નવા પરિપત્રનો તાત્કાલીક રદ કરવા અને તેની ફેરવિચારણા કરીને સ્થાનિક જીપ્સી ચાલકોને રોજગારીને પણ અગ્રતા આપી જુના અનુભવીઓને લાભ આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.