જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરી, આરોગ્યને ખુબ જ ગંભીર પ્રકારે નુકશાન કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસાર એસઓજી પીઆઈ જાડેજા અને સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે વેરાવળના વખારીયા બજાર પાસે મોઢ શેરી તેમજ ડારી ગામે શ્યામ દીવેલ પેઢી ખાતે રેડ કરી વેરાવળ મોઢર શેરીમાંથી અખ્તર અલારખા હાલાને દેશી બનાવટી ઘીના પ૩ ડબ્બા, લીચી વનસ્પતી બનાવટી ૧૪ ડબ્બા, પામ તેલ ર ડબ્બા સહિત ગેસનો ચુલ્લો, બાટલો વગેરે મળી કુલ ૧,૪૪,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરેલ જયારે આરોપી અખ્તર અલારખા હાલા અને હાજર નહી મળી આવેલ તૃષીત ઉર્ફે રોહીત ઉર્ફે ચંદ્રુભાઈ વીનોદચંદ્ર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. જયારે અન્ય બનાવમાં ડારી ગામેથી શ્યામ દીવેલ પેઢી ખાતે રેડ કરતા આરોપી પરેશભાઈ વિક્રમભાઈ ગરચર રહે.બિમારી નગર વેરાવળવાળાને રપ પામતેલ ડબ્બા, શ્યામ દીવેલ લેબલ વાળા ૧૦ ડબ્બા સહિત અલગ અલગ ડબ્બાઓ અને અન્ય સાધન સામગ્ર મળી કુલ ૮૯૩રપના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.