બિલખા ગામે ચંદ્રયાન-૩ની ભવ્ય સફળ બદલ ગ્રામજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

0

ભારતના મહાન વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપુર્વક ચંદ્રયાન-૩ લોન્ચીંગ થતાં સમગ્ર ભારતવાસીઓમાં આનંદની લાગણી જાેવા મળે છે.
જેના ભાગરૂપે ગઈકાલે સાંજે બિલખા બસ સ્ટેન્ડમાં ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા આ ભવ્ય સફળતાની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય અનકભાઈ ભોજક, અનીલભાઈ સાબલપરા, પીએસઆઈ આર.પી.ચુડાસમા, મુસ્લીમ અગ્રણી ગફારભાઈ ચૌહાણ, સંજયભાઈ રાવલ, લોહાણા સમાજના પ્રમુખ હિતેષભાઈ કંટારીયા, એડવોકેટ અતુલભાઈ વ્યાસ, ભરતભાઈ વાળા, ભાજપ અગ્રણી ભૃગેશભાઈ જાેષી, વેપારી આગેવાન ભરતભાઈ ચોકસી, બ્રહ્મ સમાજના અગ્રણી જયપ્રકાશભાઈ ભટ્ટ વગેરે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જાેડાયા હતા.

error: Content is protected !!