Thursday, September 28

સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોની સુવિધામાં વધારો : સોમનાથ મંદિર પાસે જ વધારાનું પાણી પરબ અને વિનામુલ્યે ટ્રસ્ટ ભોજનાલય રજીસ્ટ્રેશન સુવિધા

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પોતાની આગવી વ્યવસ્થાઓ માટે જાણીતું પ્રેરક છે. પવિત્ર શ્રાવણ માસ અનુલક્ષી સોમનાથ મંદિર ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર કોમ્પ્લેક્ષ દરવાજા પાસે વિશેષ પાણીનું પરબ યાત્રિકોની સુવિધા માટે ખોલાયેલ છે. વિશેષમાં આ જ સ્થળે સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજન પ્રસાદ રજીસ્ટ્રેશનના ટોકન પણ વિનામુલ્યે મળી શકશે. જેથી ભોજનાલય પાસે ટોકન માટે થતી લાઈનોમાં કતારમાં લાંબો સમય ઉભવું નહી પડે. ટ્રસ્ટની સ્વયંપ્રેરણા આ સેવા યાત્રીકો માટે આશિર્વાદ સમાન બની રહેશ. અને કાયમી ચાલુ રહે તે જરૂરી છે.

error: Content is protected !!