સોમનાથ એસટી ડેબો હવે થોડા દિવસોનું જ મહેમાન

0

સોમનાથ ટ્રસ્ટના વાહન પાર્કીંગમાં સ્થળાંતર થશે અને તે પછીનું સ્થળાંતર તો યાત્રિકો-સોમનાથની પ્રજા અને પ્રવાસીઓને મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ભોગવી ત્રસ્ત થવાનો સમય

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની કેટલીક વ્યવસ્થાઓ અને યાંત્રિક સુવીધાઓ ભારતભરમાં વખણાયેલ અને પ્રશંસનીય છે જેમાનું એક સોમનાથ એસટી ડેપો કે જયાંથી રાજયભરની બસો ઉપડે આવે છે તે સાવ મંદિર નજદીક જ છે. એટલે પ્રભાસ ગામના કે યાત્રિકો-પ્રવાસીઓને બસમાંથી ઉતર્યા પછી રીક્ષા કે અન્ય કોઈ વાહન ભાડે કરવાનો ખર્ચ જ થતો નથી.
આ એસટી ડેપો સોમનાથ મંદિર ટ્રસ્ટ વિકાસ તે જગ્યામાં કરવા માંગતું હોય જેથી એસટી ડેપોને સોમનાથ ટ્રસ્ટ વાહન પાર્કીંગ એરીયામાં ટુંક દિવસોમાં જ ખસેડાશે.
ટ્રસ્ટનો વિકાસ ઈચ્છનીય અને જરૂરી પણ છે પરંતુ તે બસ ડેપો સુચિત સ્થળાંતર ટેમ્પરરી નહીં પણ કાયમી રહેવું જાેઈએ અને સોમનાથના રેલ્વે સ્ટેશન સામે એસટી બસ ડેપો ન થવો જાેઈએ કારણ કે લોકોને કમરતોડ રીક્ષા અને વાહનભાડાનો માર પડશે અને લાંબુ અંતર કાપવું પડી થાકથી લોથપોથ થશે. આ માટે સંવેદનશીલ અને માનવતાવાદી અભિગમ અપનાવી પાર્કીંગ વિસ્તારમાં જ ટેમ્પરરી નહીં કાયમી સ્થાન આપવું જાેઈએ. અન્યથા વેણેશ્વર ખાઈ પાછળ કે અન્ય નજદીક સ્થળે જ નવું બસ સ્ટેશન બને તેવી વિચારણા અને અમલ કરવો જાેઈએ.

error: Content is protected !!