શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત કરાઓકે સ્પર્ધામાં રાજકોટના ડો.વર્ષા મહેતા પ્રથમ

0

તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેરના લોકગાયિકા ડો.વર્ષાબેન મહેતાએ પ્રથમ નંબર મેળવેલ છે. તેઓ લોકગીત ભજન સંતવાણી તેમજ લગ્નગીત ગાવામાં ખુબ નામના મેળવી છે. તેમના કંઠે આ ગીતો સાંભળવા એ પણ એક લ્હાવો છે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જીલ્લાઓમાંથી બ્રહ્મ સમાજના બહેનો માટે ઓનલાઈન વીડીયો વોટસએપ દ્વારા મોકલી આપવામાં આવેલ અને તે ચેતનાબેન પંડયા દ્વારા કલેકશન કરી અને વિજેતાઓને નંબર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ જૂનાગઢ જીલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જાેષી, જીલ્લા પ્રમુખ કે.ડી.પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેષી, આરતીબેન જાેષી, પ્રોજેકટ ચેરમેન દક્ષાબેન જાેષી અને જયોતીબેન મહેતા અને ભક્તિબેન ભટ્ટ દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ પ્રવકતા શૈલેષભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલ તેમજ મહામંત્રી પ્રદિપભાઈ જાેષી સહીત સમાજના આગેવાનો મો.નં. ૯૯૧૩૫ ૫૧૪૧૬ ઉપર ડો.વર્ષાબેન મહેતાને અભિનંદન પાઠવી રહયા છે.

error: Content is protected !!