જૂનાગઢમાં બાળ શ્રમિકોને મુકત કરાવાયા

0

બાળકો પાસે શ્રમ મજુરી કરાવતા શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી

જૂનાગઢ સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારે પરેશભાઈ હરેશભાઈ પુજારી, બ્લોક નં.૧૦, પંચશીલ એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી સરકારી શ્રમ અધિકારી અને રાજય પત્રીત વર્ગ-ર અધિકારી તરીકે પોતાની ફરજ દરમ્યાન કાળવા ચોકમાં આવેલા ગ્રેટ ઈન્ડીયા વલ્કેનાઈઝીંગ એન્ડ ટાયર્સ, સાબરી શોપીંગ સેન્ટર ખાતેથી બાળ શ્રમિકોને શ્રમ કરાવવા સબબ આરોપીના કબ્જામાંથી મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહ જૂનાગઢ ખાતે મોકલી આપેલ છે. આરોપીએ બાળ શ્રમિકોને ગેરકાયદે રીતે કામે રાખી ગુનો કર્યા અંગે આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે જુગાર દરોડો : ૧૮ ઝડપાયા
કેશોદ પોલીસે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતા ભુપત કડવાભાઈ ડાભી(ઉ.વ.પપ)રહે. રાણીંગપરાવાળાના મકાનમાંથી જુગાર રમતા પ્રતિકભાઈ બાબરીયા, પરેશ બાબરીયા, પ્રકાશભાઈ ડાભી, નવનીતભાઈ સરવૈયા, કૈલાશભાઈ મહેતા, કૌશિકભાઈ કેશવાલા, ભુપતભાઈ સરવૈયા, ભરતભાઈ સરવૈયા, જયેશભાઈ ડાભી, ભાવેશભાઈ સરવૈયા, સંજયભાઈ સરવૈયા, કમલેશભાઈ સોલંકી, યોગેશભાઈ ડાભી, પીયુષભાઈ કાપડી, અજયભાઈ ડાભી, નીલેશભાઈ બારીયા વગેરેને રૂા.પ૧૬પ૦ની રોકડ, ૧૪ મોબાઈલ વગેરે મળી કુલ ૧,ર૧,૬પ૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

દોલતપરા : ગળાફાંસો ખાય યુવતીનું મૃત્યુ
દોલતપરાના રામદેવપરા વિસ્તારમાં દિપક મીલની અંદર રહેતા રેખાબેન સુમીતભાઈ ચંદ્રવંશ જાતે નેપાળી(ઉ.વ.ર૭)ને અગાઉ મગજની બીમારી હોય જેથી કોઈપણ કારણોસર ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી ગળેફાંસો ખાય લેતા તેનું મૃત્યુ થયું છે. એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા હાટીના તાલુકાના કડાયા ગામની સીમમાં જુગાર દરોડો
રૂા.ર,ર૬,૪૦૦ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત ૭ ઝડપાયા
માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે મુંડકી સીમ વાડી વિસ્તારમાં ઘોડીપાસાની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ એલસીબીના પીઆઈ જે.જે.પટેલ તથા પીએસઆઈ ડી.કે.ઝાલા અને સ્ટાફ દ્વારા દરોડો પાડતાં રણવીર વિજાણંદભાઈ જુંજીયા (ઉ.વ.૩૩) વાળા રહે.કડાયાના ખેતરમાં જુગાર રમતા પ્રકાશ ગોપાલ કાલરીયા, જેન્તી અમરશીભાઈ દેવાણી, ફિયાઝભાઈ મહમદભાઈ સીડા, ધનસુખભાઈ જેરાભાઈ હિરપરા, વૃંદાવનભાઈ પ્રભુદાસભાઈ તન્ના, મેણીબેન ચનાભાઈ ઓડેદરા વગેરેને રૂા.ર,૦પ,૪૦૦ રોકડ, ૩ મોબાઈલ મળી કુલ ર,ર૬,૪૦૦ના મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
માણાવદરમાં જુગાર દરોડો
માણાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા રોહીત અરવીંદભાઈ રાઠોડ, સરમણ પરબતભાઈ સામળા, , ઠેબાભાઈ કારાભાઈ રાડા, મુકેશ ઉર્ફે કારો મોહનભાઈ બાલસ, લખમણભાઈ મુળુભાઈ રાડા વગેરેને રૂા.પ૧૭૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.
બાંટવાના પાદરડી ગામે જુગાર દરોડો
બાંટવા પોલીસે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે જુગાર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા લલીતભાઈ અરજણભાઈ સગારકા, વરજાંગભાઈ સગારકા, કાંધાભાઈ વાઢીયા, દુદાભાઈ કેશવાળા, છગનભાઈ કેશવાળા, રમેશભાઈ વાઢેર, હરેશભાઈ મોકરીયાને રૂા.૧૦પ૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.
વાડલાફાટક નજીકથી જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઈ
વંથલી પોલીસે ચોકકસ બાતમીના આધારે વાડલા ફાટક પાસે આવેલ વિનાયક પાર્ક નજીક જાહેરમાં જુગાર રમતી પુજાબેન સવનીયા, કોમલબેન ભટ્ટી, મનીષાબેન સવનીયા, સોનલબેન ચંદ્રવાડીયા, શીતલબેન જેઠવા વગેરેને રૂા.પ૩૭૦ના રોકડ મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે.
મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા ૭ ઝડપાયા
મેંદરડા પોલીસે મોટી ખોડીયાર પ્લોટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં ૭ શખ્સોને રૂા.રપ૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!