જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચંદ્રયાન-૩ના ઐતિહાસિક સફળ લેન્ડીંગના ઠેર-ઠેર વધામણા

0

ચંદ્રયાન-૩નું સફળ લેન્ડીંગ ભારત માટે ગૌરવની ઘડી : ઐતિહાસીક સિધ્ધીના જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ફટાકડાની આતશબાજી સાથે વધામણા

ગઈકાલેનો દિવસ સમગ્ર દેશ માટે આનંદ અને ગૌરવનો દિવસ હતો. ભારતે વધુ એક સિધ્ધી હાંસલ કરતા જ સમગ્ર દેશ ઝુમી ઉઠયો હતો. ઈસરોના વૈજ્ઞાનિકોની આ ગૌરવ સિધ્ધીઓને દેશવાસીઓએ વધાવી હતી અને જે અંતર્ગત જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચંદ્રાયાન-૩ના સફળ લેન્ડીંગ માટે વધામણા કરવામાં આવ્યા હતા.
ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષીણ ધ્રુવ ઉપર લેન્ડીંગ કરતાની સાથે જ સમગ્ર દેશ ખુશીઓથી ઝુમી ઉઠયો હતો અને આ સિધ્ધીને પગલે ઈસરોનો કોન્ટ્રોલ સેન્ટર પણ તાળીઓના ગડગડાથી ગુંજી ઉઠયું હતું. વર્ષોથી જે પળની રાહ જાેવામાં આવતી હતી તે પળ ગઈકાલે જીવંત બની હતી. ઈસરોના ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષીણ ધ્રુવ ઉપર લેન્ડીંગ કરીને ઈતિહાસ રચી દેતા વધામણા થયા હતા. આજની ઘડી છે રળીયામણીની જેમ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઐતિહાસીક આ પલના વધામણા કરવામાં આવ્યા હતા. ઠેર-ઠેર ફટાકડાની આતશબાજી સાથે લોકોએ ખુશી મનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશે આઝાદીના ૭પ વર્ષ પુર્ણ કર્યા છે અને ૭૬માં વર્ષની તાજેતરમાં જ ૧પમી ઓગસ્ટ ર૦ર૩ના રોજ આન, બાન અને શાન સાથે ઉજવણી થઈ હતી. આ ઉજવણીની પળો હજુ લોકોના હૃદયમાં જીવંત હોય તે દરમ્યાન જ ચંદ્ર પર વિક્રમ લેન્ડીંગના પગલે ભારત દેશ આનંદથી ઝુમી ઉઠયો છે અને વધામણાનો માહોલ સર્જાયો હતો.

error: Content is protected !!