ઓખા નજીકના દરિયામાં કાર્ગો શીપે ટકકર મારતાં બેટ દ્વારકાની માછીમારી બોટની મધદરિયે જળસમાધિ : સાત માછીમારોના રેસ્કયુ : એક લાપત્તા

0

બેટ દ્વારકાની માછીમારી બોટને ઓખાથી આશરે ૧૦ નોટિકલ માઈલ દૂર મધદરિયે એક કાર્ગો શીપે ટકકર મારતાં માછીમારી બોટની મધદરિયે જળસમાધિ થઈ હતી. આ સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ બેટ દ્વારકાની રજી નં. ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૩૭-સ્સ્-૧૯૦૬ની ફૈઝલે મુસ્તફા નામની ફિશિંગ બોટ માછીમારી કરવા માટે ગત તારીખ ૧૬ ઓગસ્ટના રોજ સાંજે ૭ઃ૧૭ વાગ્યે ટંડેલ સુલતાન જુસબ મલેકની આગેવાનીમાં અન્ય ખલાસીઓ મલેક અબીબ કાદર, નારીયા ગુલામ અદ્રેમાન, કારાણી અલાઉદ્દીદ મામદ, નારીયા સાહિલ ઓસમાણ, અખ્તર અનવર નારીયા, બંદરી અકબર અભુભાઈ અને સોયબ યાકુબ રૂકનાણી નામના સાત ખલાસીઓ સાથે પ્રસ્થાન કર્યુ હતું. આ બોટને ગુરૂવારે સવારે ચઢતા પહોરે આશરે ચારેક વાગ્યે ઓખાથી આશરે ૧૦ નોટીકલ માઈલ દૂર કોઈ કાર્ગો શીપે ટકકર મારતાં આ બોટને વ્યાપક નુકસાની પહોંચી હતી અને આ ફિશિંગ બોટએ મધદરિયે જ જળસમાધિ લઈ લીધી હતી. આ બોટમાં સવાર આઠ જેટલા ટંડેલ-ખલાસીઓ ડૂબવા લાગ્યા હતા જે પૈકી સાત વ્યકિતઓને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઇમર્જન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ બોટની મદદે પહોંચી હતી. આ બનાવમાં જ્યારે એક ખલાસી તેમજ બોટ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. જેની શોઘખોળ ચાલી રહી છે. ડૂબેલાં માછીમારો પૈકી બે વ્યકિતઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોય ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઓખા ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ રોહિતભાઈ કામરીયા અને ઇ.એમ.ટી. પૂજાબેન વાજા દ્વારા સાત ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એકને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયો છે. આ ઘટના અંગે ઓખા મરીન પોલીસે પણ દોડી જઈ અને જરૂરી કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!