પરબધામના મહંત કરશનદાસ બાપુએ ચંદ્રયાન-૩ની સફળતા બદલ ઈશરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા

0

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો ઉપર દુનિયામાંથી અભિનંદન વરસાદ થઈ હતી. ત્યારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ પણ ઈશ્વરની સમગ્ર ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ ભારતને ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનવા બદલ સમગ્ર દેશવાસીઓને શુભ આશિષ પાઠવ્યા હતા. પૂજ્ય કરશનદાસ બાપુએ કલ્પનીય અને અદૃતીય સિદ્ધિ અપાવવા બદલ ઈશ્વરની ટીમના મુખ્ય ડાયરેક્ટર એસ. સોમનાથ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે અને હજુ પણ આ ક્ષેત્રે તેઓને ઉત્તરોત્તર સિદ્ધિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

error: Content is protected !!