કેશોદના પીપળી ગામેથી નવ જુગારીઓ રૂપિયા ૫૪૯૫૦ના મુદામાલ સાથે ઝડપાયા

0

કેશોદના પીપળી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતાં પરસોતમભાઈ ગોપાલભાઈ ભાલોડીયા પોતાનાં કબજા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડીને આર્થિક લાભ મેળવતાં હોવાની માહિતી મળી આવતાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર પી. કે. ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ હામાભાઈ જુજીયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, વિનયસિંહ સિસોદિયા દ્વારા માહિતી વાળાં સ્થળે પહોંચતા ડેલો ખુલ્લો હોય અંદર પ્રવેશતાં એક રૂમમાં અવાજ આવતો હોય તપાસતાં કુંડાળું કરીને હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં નજરે પડ્યા હતા. પોલીસ આવ્યાનું ધ્યાનમાં આવતાં ગંજીપતા ફેંકી નાસવાનો પ્રયાસ કરતાં તેઓને કોર્ડન કરી જેમ ના તેમ બેસવાની સુચના આપી પંચો રૂબરૂમાં પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં પરસોતમભાઈ ગોપાલભાઈ ભાલોડીયા, કમલેશભાઈ હરિભાઈ કાલરીયા, અંકીતભાઈ વિનોદભાઈ કાલરીયા, ભૌતીકભાઈ અરવિંદભાઈ વણપરીયા, પ્રફુલભાઈ પ્રતાપભાઈ સોલંકી, ઠાકરશીભાઈ અંબાવીભાઈ ડઢાણીયા, વિરજીભાઈ ગોપાલભાઈ ભાલોડીયા, ગોપાલભાઈ રવજીભાઈ વણપરીયા, જગદીશભાઈ ગોપાલભાઈ ભાલોડીયા રહેવાસી તમામ પીપળીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં હોય રોકડ રૂપિયા ૨૬૯૫૦, મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા ૨૮૦૦૦ મળી કુલ રૂપિયા ૫૪૯૫૦નાં મુદામાલ સાથે ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!