જૂનાગઢ સહિત સોરઠપંથકમાં વ્યાપક જુગાર દરોડા : મહિલાઓ સહિત જુગારીઓને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢના મધુરમ બાયપાસ કામદાર સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા નિર્મળાબેન ઉર્ફે નીમુબેન લક્ષ્મીદાસ પંચનભાઈ ટાંક, મુકતાબેન હમીરભાઈ છગનભાઈ નાકીયા, પાયલબેન ઉદયભાઈ ગુણવંતરાય ગોહેલ, દિવાળીબેન પ્રભુભાઈ કમેજીયા, પ્રભાબેન મનસુખભાઈ ભગવાનજીભાઈ વસંત, લક્ષ્મીબેન રાકેશભાઈ હરસુખભાઈ શેઠીયા, સીમાબેન રામચંદભાઈ સહેજરામ મોટવાણી, શાંતાબેન ભગુભાઈ બાપોદરા વગેરેને જાહેરમાં જુગાર રમતા ૧૧૬૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત મધુર ગેઈટ પાસે રાજપેલેસ એપાના બ્લોટ નં.૩૦૮માં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધાર સી ડીવીજન પોલીસે રેડ કરતા મકાન માલીક રમેશભાઈ રામભાઈ કારાવદરા, કનુભાઈ ટપુભાઈ રાઠોડ, વિજયભાઈ દિનેશભાઈ કાચા, મનીષાબેન મુકેશભાઈ દયાતર, ખમાબેન ઉર્ફે જરણાબેન બનેસંગભાઈ જાડેજા, દામીનીબેન મહેબુબભાઈ ધાણક, લીરીબેન રામભાઈ કારાવદરા, રીનાબેન મહેન્દ્રગીરી ગૌસ્વામી, લલીબેન રમેશભાઈ કારાવદરા વગેરેને ૩ર૬૦૦ રોકડ, મોબાઈલ મળી કુલ ૩૬૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સી ડીવીઝન થાણે કાર્યવાહી કરી છે.
લીંબુડા ગામે જુગાર દરોડો
બાંટવા તાબેના લીંબુડા ગામે ઉકાભાઈ રામજીભાઈ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે બાંટવા પોલીસે રેડ કરતા મકાન માલીક સહિત વાલજીભાઈ ભીખાભાઈ વેગડા, દિનેશભાઈ દાનાભાઈ રાઠોડ, દિલીપભાઈ ડાયાભાઈ પરમાર રહે.તમામ લીંબુડાવાળાઓને જુગાર રમતા ૧૭૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.
જીંજુડાના ખાડીયા વિસ્તારમાંથી ૪ જુગારીઓ ઝડપાયા
મેંદરડાના જીંજુડા ગામે ખાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ લાલજીભાઈ દેગામા, કપીલભાઈ જગદીશભાઈ કુબાવત, રાહુલભાઈ નુરદીનભાઈ કોટડીયા, પ્રવીણભાઈ નાગજીભાઈ મોવલીયાએ ૧૪ર૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ મેંદરડા પોલીસે કાર્યવાહી કરી છે.
પીપળી ગામે જુગારધામ ઝડપાયું
કેશોદ તાલુકાના પીપળી ગામે રહેતા પરસોતમભાઈ ગોપાલભાઈ ભાલોડીયાના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે દરોડા પાડતા મકાન માલીક પરસોતમભાઈ સહિત કમલેશભાઈ હરીભાઈ કાલરીયા, અંકીતભાઈ વિનોદભાઈ કાલરીયા, ભૌતિક અરવીંદભાઈ વણપરીયા, પ્રફુલભાઈ પ્રતાપભાઈ સોલંકી, ઠાકરશીભાઈ અંબાવીભાઈ ડઢાણીયા, વિરજીભાઈ ગોપાલભાઈ ભાલોડીયા, ગોપાલભાઈ રવજીભાઈ વણપરીયા, જગદીશભાઈ ગોપાલભાઈ ભાલોડીયાને જુગાર રમતા ર૬૯પ૦ રોકડ, મોબાઈલ મળી કુલ પ૪૯પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ આરોપીઓ વિરૂધ્ધ કેશોદ થાણે કાર્યવાહી કરી છે.
આજક ગામે જાહેરમાં જુગાર રમતા પ ઝડપાયા
આજક ગામે તળાવની પાર ઉપર જાહેરમાં જુગાર રમતા ગીરીશભાઈ કુર્ણાશંકર પંડયા, મેરખીભાઈ ગીગાભાઈ ડાકી, જુમાભાઈ મુસાભાઈ દલ, હરદાસભાઈ મેઘાભાઈ કાથડ, વિજયભાઈ ઉર્ફે ભકો ભોજાભાઈ ચુડાસમાને ૧૧૭૪૦ રોકડ સહિત કુલ ૧૩ર૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શીલ થાણે જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે.
સામરડા ગામે જુગાર દરોડો : ૬ ઝડપાયા
શીલ તાબેના સામરડા ગામે જાહેરમાં જુગાર રમતા દીનેશભાઈ માલદેભાઈ ભુતીયા, હરસુખભાઈ રામાભાઈ માવદીયા, મુકેશભાઈ રામાભાઈ માવદીયા, રતીલાલ સોમાભાઈ માવદીયા, સુરેશભાઈ બાબુભાઈ આત્રોલીયા, હરીભાઈ દેવાભાઈ માવદીયા વગેરેને કુલ ૧૦ર૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ શીલ થાણે કાર્યવાહી કરી છે.
ભંડુરી ગામે જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા
ભંડુરી ગામે જાહેરમાં જુગાર રમતા અરવીંદભાઈ અમરશીભાઈ સોલંકી, ઉમેશભાઈ રમેશભાઈ પરમાર, રાજેશભાઈ રમેશભાઈ પરમારે જાહેરમાં જુગાર રમતા ૪૧૬૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ માળીયા હાટીના થાણે જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે.

error: Content is protected !!