મુસાફરોની વેબ પોર્ટલમાં એન્ટ્રી નહીં કરનાર ગેસ્ટહાઉસ સંચાલક સામે એસઓજી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં એસપી હર્ષદ મહેતાની સુચનાથી એસઓજીના પીઆઇ એ. એમ. ગોહીલ સહિતના સ્ટાફ દ્વારા હોટેલ તેમજ ગેસ્ટહાઉસ વગેરેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ચિતાખાના ચોક પાસેના રાજ ગેસ્ટહાઉસમાં ચેકીંગ કરીને મુસાફરોની પથીક વેબ પોર્ટલમાં એન્ટ્રી કરવામાં ન આવી હોવાનું જણાયું હતું. જે બાબતે ગેસ્ટહાઉસના સંચાલન શકીલ હાસમભાઇ મન્સુર વિરૂધ્ધ એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ એક મકાન માલિક સામે ગુન્હો દાખલ
આ ઉપરાંત એસઓજીની ટીમ જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જુનાગઢ હેઠાણફળીયા, દાણાપીઠ સામે પહોંચતા એવી હકીકત મળેલ કે દાણાપીઠ વિસ્તારમાં રહેતા રહીમ હાસમભાઈ જારીયાએ રાજય બહારના વ્યકિતઓને મકાન ભાડે આપેલ છે જેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને કરેલ છે કે કેમ તે બાબતે સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે વેરીફાય કરાવતા તેઓએ આ અંગે જાણ કરેલ ન હોય. એસઓજીની ટીમે ઉપરોકત મકાન પહોંચી તપાસ હાથ ધરતા કુલ ૧ર ઈસ્મો મળી આવ્યા હતા. આ બનાવ અંગે મકાન માલીક રહીમ હાસમભાઈ જારીયા વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.