જૂનાગઢમાંથી કોડેઈન કફ સીરપની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી એસઓજી પોલીસ

0

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી ચોકકસ બાતમીના આધારે એસઓજી પોલીસે બે શખ્સોને કોડેઈન કફ સીરપની બોટલો સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે એસઓજીએ આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના અને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી નેસ્તનાબુદ કરવા કડક પગલા ભરવાના આદેશને પગલે જૂનાગઢ એસઓજી પોલીસ, એલસીબી પોલીસ વગેરે દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમ્યાન ગઈકાલે એલસીબીના પીઆઈ જે.જે.પટેલ અને એસઓજીના પીઆઈ એ.એમ.ગોહિલને ખાનગી રાહે ચોકકસ બાતમી મળી હતી કે, હોન્ડા એકટીવા નં.જીજે-૧૧-સીએમ-૪૬૦૭માં જૂનાગઢના રહેવાસી ફરહાન ફીરોજભાઈ મલેક તથા સોયબ બોદુભાઈ ઠેબા બંને નશાકારક કેફી બોટલોનો જથ્થો લઈ ધારાગઢ દરવાજા પાસેથી પસાર થનાર છે તેવી મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમ તપાસમાં ગોઠવાઈ હતી આ દરમ્યાન ઉપરની હકીકતવાળા નંબરવાળી મોપેડ આવતા તેમાં બેઠેલા બે ઈસમોને રોકી તેમને પકડી પાડવામાં આવેલ અને તેમની પાસેથે ગેરકાયદેસર પાસ પરમીટ કે ડોકટરના પ્રિસ્ક્રીપ્શન કે આધાર પુરાવા વગર નશાકારક કોડેઈન ફોસ્ફેટ ધરાવતા કફ સીરપની કુલ ૧૮૯ બોટલ રૂા.૩પ૭૬૦ તથા મોબાઈલ ફોન-ર, સુઝુકી એકસેસ મોપેડ વગેરે મળી કુલ ૯પ૭૬૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આરોપી સોયમ બોદુભાઈ ઠેબા, ફરહાન ફીરોઝભાઈ મલેક વિરૂધ્ધ એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ, એએસઆઈ એમ.વી.કુવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઈ શેખવા, રવીભાઈ ખેર, પરેશભાઈ ચાવડા, જયેશભાઈ બકોત્રા, બાબુભાઈ કોડીયાતર, પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ બાલસ, વિશાલ ડાંગર, રાજુભાઈ ભેડા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી
હતી.

error: Content is protected !!