જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન પર્વને લઈને બજારોમાં રાખડીઓનો ખજાનો

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહેલ છે અને બહેન પોતાના વીરાને આશિર્વાદરૂપી રક્ષા પોટલી બાંધવા ઉત્સાહિત બની છે જેને લઈને રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ વર્ષે રક્ષાબંધન પર્વ અંગે મત-મતાંતરો પ્રવર્તી રહયા છે. અને રક્ષાબંધન પર્વ કયારે મનાવવું તે અંગે લોકોમાં અસમંજસ પ્રવર્તી રહી છે. જયારે વિદ્વાનો દ્વારા રક્ષાબંધન પર્વ અંગે સ્પષ્ટીકરણ પણ કરવામાં આવી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં રાખડીઓનો ખજાનો માર્કેટમાં જાેવા મળી રહયો છે. મોંઘવારીના આ સમયમાં જેમ અન્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે તેમ આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ વધારો જાેવા મળી રહયો છે.
રક્ષાબંધનનું પર્વ સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પૌરાણિકકારથી જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હતી. રક્ષાબંધન પર્વ એટલે બહેન અને ભાઈના નિર્મળ પ્રેમ એટલે કે લાગણીના સંબંધો અને હેતનું આ પર્વ છે. આ દિવસે બહેન પોતાના વીરાને રાખડી બાંધે છે, કુમ કુમ તીલક કરે છે અને પોતાના ભાઈની સુખ સમૃધ્ધીની કામના કરે છે જયારે ભાઈ પણ બહેન પ્રત્યે ઋણ અદા કરવા કાયમ બહેનની સાર-સંભાળનું વચન આપે છે. રક્ષાબંધન પર્વને
લઈને જૂનાગઢ, કેશોદ, વંથલી, બીલખા જીલ્લાના શહેરો ઉપરાંત અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, મહેસાણા સહિતના અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બજારોમાં રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહયું છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ જાહેરમાર્ગો ઉપર પણ રાખડીઓનું વેચાણ થઈ રહયું છે. મહિલાઓની સંસ્થા દ્વારા પણ રાખડી વેચાણ માટેના સ્ટોલો શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં આવેલા સીઝન સ્ટોર્સમાં પણ રાખડીઓનું વેચાણ થઈ રહયું છે. રૂા.૧૦ થી લઈને રૂા.૧૦૦ સુધીની અને તેનાથી પણ વધુ કિંમતની રાખડીઓ બજારમાં મળી રહી છે. રક્ષાબંધન પર્વને લઈ શહેર મુખ્ય બજાર એવી માંગનાથ રોડ ઉપર પણ ભારે રોનક જાેવા મળી રહી છે અને ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.

error: Content is protected !!