ખંભાળિયા શહેરમાં મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

0
ખંભાળિયા શહેરના વિવિધ બુથ પર ગઈકાલે શુક્રવારે મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ અહીંના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવેલા મતદાન ચેતના અભિયાનમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. અહીંના જુદા જુદા વિસ્તારોમાં કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં ખંભાળિયા શહેર અધ્યક્ષ અનિલભાઈ તન્ના વિગેરેએ મતદારો તથા શહેરીજનોને રૂબરૂ મળી અને લોકોમાં મતદાન પ્રત્યેની સમજણ તેમજ ચેતના જાગૃત કરવાની આ પહેલ લોકો સમક્ષ રજૂ કરી હતી. આ સાથે નવયુવાઓને મતદાર યાદીમાં જોડવા તેમજ જરૂરિયાત મુજબના સુધારા કરવા અર્થે મતદાન ચેતના અભિયાન અંતર્ગત અહીંના સલાયા ગેઈટ વિસ્તાર, આશાપુરા ચોક વિગેરે સ્થળોએ નવા મતદારોને અરજી પત્રક ભરાવી મતદાન સંદર્ભેની પ્રાથમિક સમજણ આપી અને લોકશાહીના આ પાયાને મજબૂતી પ્રદાન કરવા લોકો સમક્ષ અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે આ મતદાતા ચેતના અભિયાનમાં ખંભાળિયાના શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, અગ્રણી હરિભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, હસુભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી સાથે નગરપાલિકાના સદસ્યો આગેવાનો અને હોદ્દેદારો જોડાયા હતા.
error: Content is protected !!