મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં મચ્છર ઉત્પતિ સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી કરાઈ 

0
મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ અને શાળાઓમાં ઝુંબેશના ભાગરૂપે મચ્છર ઉત્પતિ સ્થાનોના સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તા. શુક્રવારે આરોગ્ય વિભાગની 33 ટીમો દ્વારા જુદી જુદી સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરીના માર્ગદર્શન હેઠળ જેમાં પાણીના કુલ 154 પાત્રોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી એક સંસ્થામાં ચાર મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળતા સંસ્થાને જરૂરી તકેદારી રાખવા તેમજ ભવિષ્યમાં આ સંસ્થાઓ ખાતે મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા ના મળે તે માટે તાકીદ કરવામાં આવી હતી.
error: Content is protected !!