હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોય શ્રાવણ માસ નિમીતે શિવાલયોમાં હરહર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા પુજા અર્ચના કરવામા આવી રહીછે વિવિધ સત્સંગ મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે મહીલા સત્સંગ મંડળના સહયોગ અને ભુદેવ જીતુદાદા વ્યાસના સંકલ્પથી રામદેવપીર મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયુછે જેમાં શ્રીમદ્ ભાગવત સુધાનુ શ્રવણ થઈ રહયુછે શ્રીમદ્ ભાગવત કથાના પ્રારંભે પોથી પુજન કરવામાં આવ્યુ હતું નાની ઘંસારી ગામના ભુદેવ જીતુદાદા વ્યાસના કંઠે સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યાછે શ્રીમદ્ ભાગવત કથા નિમીતે રામ જન્મ વામન પ્રાગટ્ય કૃષ્ણ જન્મોત્સવ સહીતના પ્રસંગોની ઝાંખી સાથે ઉજવણી કરવામાં આવી રહીછે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નંદભૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણ ભકિતમય વાતાવરણ જાેવા મળ્યું હતું મહીલા સત્સંગ મંડળ દ્વારા ભકિતભાવ સાથે દેશી ધોળ પદ બોલવામાં આવેછે શ્રદ્ધાળુઓ દ્વારા તન મન ધનથી સાથ સહકાર આપવામા આવી રહ્યોછે દરરોજ ભાગવતજી સંદયા આરતીમાં ગોવિંદ હડિયા તથા વિપુલ ફટાણીયા દંપતી સાથે આરતીનો લાભ લઈ રહ્યાછે શ્રીમદ્ ભાગવત કથા નિમીતે દરરોજ તમામ શ્રોતાઓ પ્રસાદીનો લાભ લઈ રહ્યાછે શ્રીમદ્ ભાગવત કથા નિમીતે દાતાઓ દ્વારા આપવામા આવતા દાનનો રામાપીર મંદિરના સાનિધ્યમાં સારા કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન ભકિતમય વાતાવરણ જાેવા મળી રહ્યું છે.