Saturday, September 23

શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે નવી શૈક્ષણિક પધ્ધતિને ખુલ્લી મુકાઈ

0

આજકાલ કેન્દ્ર સરકારની ઘણી નવી નિતીઓની ચર્ચાઓ થઈ રહી છે. જેમાંની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ એ ખુબ જ મોટી આશાના કિરણ જેવી છે. શિક્ષણ જગતના મહાનુભાવો માને છે કે, જાે આ નવી નીતિનું શ્રેષ્ટ પાલન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ખુબ તાકાતવાળા બનાવી શકાય અને જેના દ્વારા ભારતને વિશ્વગુરૂ બનાવવાનું સપનું ચોક્કસ પુર્ણ કરી શકાય. જૂનાગઢમાં આવેલી શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર સ્કૂલ દ્વારા બાલવાટીકાના ભુલકાઓ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ મુજબના વર્ગખંડો બનાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત શ્રી પ્રેમાનંદ સ્કૂલ દ્વારા ખાસ નવી શિક્ષણ પધ્ધતિ પણ તૈયાર કરવામાં આવી છે. આ શૈક્ષણિક સંકુલ ખાતે આ નવા વર્ગખંડો તથા નવી શૈક્ષણિક પધ્ધતિને ખુલ્લી મુકવામાં આવી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, સંસ્થાના ચેરમેન ગીજુભાઈ ભરાડએ જાણીતા શિક્ષણશાસ્ત્રી છે. ઉપરાંત ગુજરાત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ના અમલીકરણ માટે બનેલી ટાસ્ક ફોર્સના સિનીયર સભ્ય પણ છે. શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડાયરેકટર ડો. માતંગભાઈ પુરોહિતના જણાવ્યા અનુસાર આ નવી શૈક્ષણિક પધ્ધતિ તથા એ અનુસારનું ઈન્ફ્રાસ્ટ્રકચર નવા વર્ગખંડો એ ગીજુભાઈ ભરાડની અંગત દેખરેખમાં તેમના શિક્ષણના આ બહોળા અનુભવને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદ્રયાન-૩ના લેન્ડીંગનો લાઈવ શો બતાવવામાં આવ્યો હતો. જેમાં ર૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ દ્વિવિધ કાર્યક્રમમાં ચાપરડાના પૂજય શ્રી મુકતાનંદજી બાપુએ સૌને આર્શિવાદ પાઠવ્યા હતા. કેળવણીકાર ગીજુભાઈ ભરાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતી પુર્વ ઉચ્ચ શિક્ષણ નિયામક તથા આનંદધારા પ્રોજેકટના નિયામક આર.એસ. ઉપાધ્યાયની હતી. આ વિશિષ્ટ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડો. માંતગભાઈ પુરોહિતે શ્રી પ્રેમાનંદ વિદ્યાધામની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!