કેશોદના એરપોર્ટ પાસે રીક્ષા પલ્ટી જતાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા

0

કેશોદના એરપોર્ટ રોડ ઉપર વળાંક ઉપર એરપોર્ટનાં મેઈન ગેટ પાસે ઓટો રિક્ષા પલ્ટી જતાં બેસેલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. કેશોદના એરપોર્ટ રોડ ઉપર રીક્ષા પલ્ટી જતા ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયંતીભાઈ પરમાર(ઉ.વ.૬૫), ચંદ્રીકાબેન જયંતીભાઈ પરમાર(ઉ.વ.૬૦), પંકજભાઈ જયંતીભાઈ પરમાર(ઉ.વ.૩૬), વીણાબેન પંકજભાઈ પરમાર(ઉ.વ.૩૫), પર્પલ પંકજભાઈ પરમાર(ઉ.વ.૮) ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કેશોદના પરમાર પરિવાર બાજુમાં આવેલ માણેકવાડા નાગદેવતાનાં મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દર્શને જઈ રહ્યા હતા. ત્યારે આકસ્મિક ઘટના બની હતી. કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રીજનું કામ ચાલુ હોય ત્યારે વાહનોને આવવા જવા માટે એરપોર્ટ રોડ ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. ત્યારે એરપોર્ટનાં મેઈન ગેઈટ પાસે વળાંક અને પેટા માર્ગ પણ આવેલ હોવાથી છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે. કેશોદના એરપોર્ટ રોડ ઉપર બનેલી આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત મુસાફરોને કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાગ્રસ્ત ત્રણ મુસાફરોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરવામાં આવ્યાં છે. કેશોદના એરપોર્ટ રોડ ઉપર અચાનક ઓટો રિક્ષા પલ્ટી ખાઈ જતાં આસપાસના રહીશો મદદે દોડી આવ્યા હતા.

error: Content is protected !!