વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની સર્વાનુમતે વરણી

0

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ સમાજના અધ્યક્ષ તરીકે ફરીથી લખમભાઈ ભેસલા, ઉપપટેલ તરીકે ગોવીંદભાઈ વણીક, પદમભાઈ માલમડી, ગોર્વીદભાઈ કુહાડાની પસદગી કરવામાં આવેલ છે. વેરાવળમાં ઘનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદીરના સોમનાથ હોલમાં ખારવા સમાજની પરંપરા પ્રમાણે કામનાથનો ડાયરો રાખવામાં આવેલ. જેમાં દર વર્ષેની જેમ ગત વર્ષના સમાજના પટેલ કીરીટભાઈ ફોફંડી દ્વારા સમાજના કામકાજ અને હિસાબો રજુ કરેલ જેમાં સામાજીક, ધાર્મીક અન્ય કામકાજાે અને વિશેષ શિક્ષણને લઈને સમાજની દીકરીઓ-દીકરાઓને પગભર કરવા, કોમ્પ્યુટર કલાસ, બેજીક કોર્ષ, ટેલી, સ્પોકન ઈગ્લીશ કલાસ, નેટની પરીક્ષાના કલાસ જેવી શિક્ષણને લગતી તેમજ દીકરા-દીકરીઓ આગળ વધે તે માટેની કામગીરીઓ કરવામા આવેલ તથા સમાજની બહેનોને પગભર કરવા શિવણ કલાસ, રંગોલી સ્પર્ધા સમાજના પાયાના મુખ્ય કામો જે કરેલ જેનાથી ઉપસ્થિત તમામ લોકોએ પટેલ કીરીટભાઈ ફોફંડીની પ્રશક્ષા કરી હતી. ત્યારબાદ નવા વર્ષ માટે નવી નિમણુંકમાં સમાજના પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ સમાજના અધ્યક્ષ તરીકે ફરીથી લખમભાઈ ભેસલા, ઉપપટેલ તરીકે ગોવીંદભાઈ વણીક, પદમભાઈ માલમડી, ગોર્વીદભાઈ કુહાડાની પસદગી કરવામાં આવેલ હતી. આ તકે અધ્યક્ષ લખમભાઈ ભેસલા, માજીપટેલ કીરીટભાઈ ફોફંડી, બોટ એસો. પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી જ્ઞાતિ પટેલ મોહનભાઈ ભારાવાળા, નેશનલ પ્રેસીડન્ટ સી ફુડ એકસપોર્ટ એસો. તથા એમપીડાના વાયસ ચેરમેન જગદીશભાઈ ફોફંડી, નગરપાલીકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડી, સી. ફુડ એકસપોર્ટ એસો.(ગુજરાન રીઝન્ટ) પ્રમુખ કેતનભાઈ સુયાણી, પુર્વ પ્રમુખ કિશનભાઈ ફોફંડી, માલમડી બેઠક, ભાતલી બેઠક, ધાનખાઈ બેઠક, પાનખાઈ બેઠક, દાણા બેઠક, ભેસલા બેઠક, ઉપલા ગોધા બેઠક, ડેલા બેઠક, ખાંપડી બેઠક, દાબડીયા બેઠક, મુકાદમ બેઠક, મસાણી બેઠક, ભીખા હયાત બેઠક સહીતના પટેલો આગેવાનો, પંચ, પટેલો ઉપસ્થિત રહયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!