Saturday, September 23

ધામળેજના ભૂલકાઓ દ્વારા વૃક્ષોને રાખડી બાંધી

0

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલ શ્રી રામભગત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ પ્લે હાઉસ સ્કૂલ ખાતે શાળામાં નાના વિદ્યાર્થી ભૂલકાઓ બહેનોએ વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને વૃક્ષો પ્રત્યે પોતાનો પવિત્ર ભાવ દર્શાવ્યો હતો. આ તકે શાળાના સંચાલક મેરૂભાઈવાળા તથા માનસિંગભાઈ કામળિયા, સ્ટાફમાં સંજનાબેન ચૌહાણ, સવિતાબેન વાળા, તેજલબેન સેવરા, દીપિકાબેન કાપડિયા, અરૂણાબેન વાળા સહિતના શાળા પરિવાર તરફથી વિદ્યાર્થી બહેનોને આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!