Tuesday, September 26

ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો ર્નિણય કરવા બદલ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

0

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭ ટકા અનામત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ કાળવા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની ૫૨ ટકા વસ્તી અને ૧૪૬ થી વધુ જાતિનો સમાવેશ થાય છે તેવા ઓબીસી સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો ર્નિણય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના આ મહત્વના ર્નિણયને આવકાર્યો હતો. સાથે રક્ષાબંધન પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટમાં દેશના તમામ એલપીજી ધારકોને સિલિન્ડરમાં રૂા.૨૦૦નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજના હેઠળ રૂા.૨૦૦ની સબસિડી આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે જેનો સીધો લાભ દેશના ૩૩ કરોડ એલપીજી કનેક્શન ધારકોને મળશે. ઉજ્જવલા યોજના હેઠળ ૯.૫ કરોડ મહિલાઓ અને તેમના પરિવારને સિલીન્ડર દીઠ કુલ રૂા.૪૦૦ની રાહત મળશે જે માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૭,૬૮૦ ફાળવાશે. આ ઉપરાંત દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ નવા ૭૫ લાખ કનેક્શન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે તે ર્નિણયને પણ હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો. આ તકે આગેવાનો કાર્યકરો, હોદ્દેદારો તથા પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!