દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે પૂર્વતૈયારીઓ શરૂ

0
સમગ્ર જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનથી શણગાર
આગામી શ્રાવણ વદ આઠમ તા.૭-૯-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જગતમંદિરને સુંદર રોશની લાઈટીંગથી સજાવવામાં આવી રહયું છે. જગતમંદિરના મોક્ષદ્વાર, સ્વર્ગદ્વાર લાડવા ડેરૂ, જગતમંદિરનું મુખ્ય શિખર તથા મંદિર પરિસરમાં આવેલા નાના-મોટા મંદિરોને લાઈટીંગથી શણગારવામાં આવેલ. નોંધનીય છે કે જન્માષ્ટમી એ દ્વારકામાં ઉજવાતો સમગ્ર વર્ષ દરમ્યાનનો સૌથી મોટો તહેવાર હોય અને આ ઉત્સવમાં મોટી સંખ્યામાં કૃષ્ણભકતો દર્શનાર્થે આવવાના હોય તેથી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરાઈ છે.
error: Content is protected !!