Tuesday, September 26

વાસાવડ પ્રાથમિક શાળાનું ગૌરવ

0

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર-સોમનાથ દ્વારા આયોજિત સુત્રાપાડા તાલુકા બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં વાસાવડ પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા પરમાર તરૂણભાઈ બાલુભાઈએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમનો દ્વિતીય નંબર આવતા વાસાવડ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવ બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શાળા પરિવાર દ્વારા તેઓનું સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!