પ્રાચી તીર્થની કે.કે. મોરી હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ

0

જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા શ્રી કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લિધો હતો. જેમાં શાળાના પ્રિન્સિપાલ અને જિલ્લા રમત વિકાસ અધિકારી અને શાળાના સ્ટાફગણ હાજર રહેલ હતા અને ખેલાડીને પ્રોત્સાહિત કર્યા હતા અને કુસ્તી સ્પર્ધામાં વિજય થયેલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!