સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક જગતમાં લોકપ્રિય અગ્રણી એવા પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૯ વર્ષ પુરા કરી આજ રોજ તા.૧-૯-૨૦૨૩ના દિવસે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જાેડાયા એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શારદાગ્રામ કોલેજમાં અંગ્રેજીના અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ તથા માંગરોળ જેવા દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં અંગ્રેજી ભાષાના પ્રચાર તથા પ્રસાર માટે ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. તે માટે તેઓએ વિલિયમ શેકસપિયર સોસાયટીની સ્થાપના પણ કરેલી, તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં ઉત્તમ કારકિર્દી ઘડવા પોતે પ્રેરણાસ્ત્રોત રહેલા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શંરૂ કરનાર પ્રો. ડોડીયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩ માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો.ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખુબજ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો. વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટ્‌સ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન એમ બંને પદે ચૂંટાઈને પ્રો. જયદિપસિંહ ડોડીયાએ વિક્રમ સર્જયો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણની કુલપતિ સર્ચ કમિટીમાં યુ.જી. સી. ચેરમેનના નોમિની તરીકે એક વખત તેમજ રાજ્યપાલના નોમિની તરીકે આ સમિતિના અધ્યક્ષ તરીકે બે વખત સફળતા પૂર્વક ફરજ બજાવી ચુક્યા છે. તેમજ પ્રો. ડોડીયાએ રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી, કોટાના એકેડેમિક કાઉન્સીલના સભ્ય તરીકે એક ટર્મ ફરજ બજાવેલ છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ પદે પોતાના નિષ્ઠાવાન સ્વભાવ અને બીજા માટે કઈક કરી છૂટવાની ભાવનાને કારણે સતત ત્રણ વર્ષ બિનહરીફ ચૂંટાયા છે. ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-હાઉસિંગ સોસાયટીના પણ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરથી કારકિર્દી શરુ કરીને અંગ્રેજી ભાષા સાહિત્યના બઢતીથી અને સીધી ભરતીથી એમ બંને રીતે પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર પ્રો.જયદિપસિંહ ડોડીયા સૌરાષ્ટ્ર કચ્છમાં અંગ્રેજી વિષયના પ્રથમ અધ્યાપક છે. જેઓના માર્ગદર્શન નીચે અત્યાર સુધીમાં ૪૨ જેટલા અધ્યાપકોએ પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. એટલું જ નહિ, પણ આ પૈકી ૨૦ જેટલા અધ્યાપકો ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીમાં ગાઈડ તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. એક અધ્યાપક તરીકે ડો. ડોડીયા માત્ર અધ્યાપકોની જ નહિ, પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે પણ સતત જાગૃત રહી અને જરૂર પડે વિદ્યાર્થીઓના વાલીની ભૂમિકા પણ અદા કરી સત્તાધીશો સમક્ષ નીડરતાપૂર્વક અને સચોટ આધાર પુરાવા સાથે પરિણામલક્ષી રજૂઆતો કરતા રહ્યા છે અને તેઓ અધ્યાપક તથા વિદ્યાર્થી એમ બંને માટે નિસ્વાર્થ સેવા અર્થે રાઉન્ડ ધ કલોક તત્પર હોય છે જે તેઓના વ્યક્તિત્વનું એક વિશિષ્ઠ પાસું રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન ના બે ટર્મ સુધી મહામંત્રી અને બે ટર્મ સુધી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સત્તાધીશો સાથે સીધો સંઘર્ષ કરીને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં યુ.જી.સી.ના છઠ્ઠા અને સાતમાં પગાર ધોરણના અમલીકરણ માટે પણ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ એક જાગૃત અધ્યાપક અગ્રણી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રો. ડોડીયાના પુત્ર કુલદીપસિંહ ડોડીયા રાજકોટ શહેરના ખ્યાતનામ આર્કિટેક્ટ છે. પ્રો. ડોડીયાના પુત્રવધૂ રીમાબેન ઉદયસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક(ડીવાય.એસ.પી.) તરીકે પ્રથમ પ્રયાસે નિયુક્ત થતા હાલ સાબરકાંઠા જિલ્લામાં પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જયારે તેમના સુપુત્રી ડો. ભાર્ગવી અને જમાઇ ડો. ધ્વનન અમદાવાદની ખ્યાતનામ કોર્પોરેટ હોસ્પીટલમાં ડોક્ટર છે. જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રો. જયદિપસિંહ ડોડીયાને તેમના જન્મદિવસે રાજકોટ ગુરૂકુલથી પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી સદગુરૂ સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા જૂનાગઢ ગુરૂકુલથી પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી અને સર્વે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. આજ રોજ પ્રો. જયદિપસિંહ ડોડીયાના જન્મદિવસે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરિશભાઈ ભીમાણી, ગોવિંદગુરૂ યુનિવર્સિટી-ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, ઉદયસિંહ રામભાઈ ઝાલા(ખાપટ ગીર), દીપસિંહ રામભાઈ ઝાલા(ખાપટ ગીર), સગાભાઈ રાણાભાઇ બારડ(બુધેચા), રમેશભાઇ કે. સાકરીયા તથા જાણીતા યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડીયા સહિતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ પ્રો. જયદીપસિંહ ડોડિયાને(મો.૯૬૮૭૬૯૨૯૫૦) અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.

error: Content is protected !!