બિલખામાં આવેલ બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી થઈ

0

અત્રે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર ઉપર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા અને બહ્માકુમારી રશ્મીબેન પાસે રાખડી બંધાવી હતી. જયારે ભાઈઓએ ભેટ ધરી ત્યારે બ્ર. રશ્મીબેને ભેટમાં વ્યસન મુકિતનું વચન માંગી અને વ્યસન મુકિતનો કાર્યક્રમ પણ ચલાવ્યો હતો. આ પ્રસંગે બિલખાના સરપંચ ભાવનાબેન સાબલપરા તેમજ અનીલભાઈ સાબલપરાએ હાજરી આપી અને પવિત્ર રાખડી બંધાવી હતી.

error: Content is protected !!