ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં એલસીબી પોલીસનો જુગાર દરોડો : સાત જુગારીઓ ઝબ્બે

0

ખંભાળિયાના પાદરમાં આવેલા ધરમપુર વાડી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ દ્વારા ગતરાત્રે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ તથા ડાડુભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મંદિરની બાજુમાં બેસી અને જુગાર રમી રહેલા અરજણ ધરમશી ચોપડા, નિમેષ મુળજી નકુમ, દિનેશ કરસન નકુમ, અશોક વશરામ નકુમ, દેવેન્દ્ર પરસોત્તમ નકુમ, અજય વાલજી નકુમ અને ચેતન દેવરાજ નકુમ નામના સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૩૦,૮૦૦ રોકડા તથા રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા એક લાખની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૬૨,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!