Tuesday, September 26

દ્વારકાના ગોમતી ઘાટ પર સ્નાન માટે આવતા મહિલાઓ માટે ઘડી કંપની દ્વારા ચેન્જીંગ રૂમની વ્યવસ્થા

0

દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ.(ઇજીઁન્ ઘડી) કંપની દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ગોમતી સ્નાન માટે આવતા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આગામી દિવસોમાં મહાપર્વ એવા જન્માષ્ટમી દરમ્યાન દ્વારકામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન અને ગોમતી સ્નાન કરવા માટે દ્વારકા આવશે. ત્યારે ભારે ભીડ વચ્ચે મહિલાઓને ગોમતી સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઘડી કંપની દ્વારા મહિલાઓ માટેના આ ચેન્જીંગ રૂમ જેવી મહત્વની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના વહીવટી તંત્રએ આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીનો આ સેવાકીય કામગીરી માટે દ્વારકાવાસીઓ અને અત્રે આવતા દર્શનાર્થીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!