કેશોદ તાલુકાનાં ટીટોડી ગામનાં રહીશ વિરુદ્ધ રીસામણે રહેલી પુત્રવધુએ ફરિયાદ નોંધાવી ખોટાં આક્ષેપ કરી સામાજિક માનસિક આર્થિક રીતે હેરાન પરેશાન કરવા કાયદાકીય સકંજામાં ફસાવેલ હોય કેશોદના ટીટોડી ગામનાં જ્ઞાતિજનો ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી અને પોલીસ ઈન્સપેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. કેશોદના ટીટોડી ગામની પુત્રવધુ ફરિયાદીની સાથે રહેતાં જેન્તી ઉર્ફે ગુલો મેપાભાઈ સોલંકીએ ષડયંત્ર રચી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એક વર્ષ પહેલાં એકલતાનો લાભ લઈ ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે પૈસા પડાવવા કારસો રચ્યો છે. કેશોદના ટીટોડી ગામનાં રહીશો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે ફરિયાદી અને સાગ્રીતોની આગવી ઢબે પૂછપરછ કરી ખરી હકીકત બહાર લાવવામાં આવે અને વૃદ્ધને લગાવવામાં આવેલ કલંક દુર કરી કાયદાકીય રીતે શકય એટલી રાહત આપવામાં આવે. કેશોદના ટીટોડી ગામનાં રહીશો દ્વારા સંલગ્ન અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.