કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડો શરૂ કરાયો

0

કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરદચોક હવેલી સામે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલ જનતા તાવડામાં ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ભાવનગરી ગાંઠીયા, સેવ, સક્કરપારા, ચવાણું, ફરાળી ચેવડો, સાદો મેસુબ,ટોપરા મેસુબ, સોનપાપડી, હલવો, નાનખટાઈ સહિત વિવિધ વસ્તુઓ રાહત દરે વેચાણ કરવામાં આવે છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા સહ કન્વીનર કિશોરભાઈ કોટેચા દ્વારા છેલ્લાં પંદર વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે જનતા તાવડા નું આયોજન કરવામાં આવે છે અને કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે.કેશોદના સ્ટેશન રોડ પર પોસ્ટ ઓફિસ પાસે પણ જનતા બજાર દ્વારા રાહત દરે જનતા તાવડો શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!