Thursday, September 28

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખ વાજાને ભવનાથ ખાતે પૂજ્ય રાષ્ટ્રસંત વાણી સમ્રાટ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વરદ હસ્તે રૂા.૧,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો

0

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મુંબઈની માનવ જ્યોત જે માનવ સેવાને મહેકાવતું સેવાલક્ષી ચેરીટેબલ ટ્રસ્ટ છે. મુંબઈ જેના માધ્યમથી કુલીનભાઈ સી. લુથિયાની સંસ્થા દ્વારા દાનની સરવાણી ચાલું જ છે. જેમાં આ ટ્રસ્ટ તરફથી દવા, મેડીકલ સાધનો, કપડા વિગેરે મળતા જ રહે છે, હજુ પણ મળતા રહેશે. મળેલ દાનનો ચેક રૂપિયા ૧,૦૦,૦૦૦ પારસધામ-ગિરનાર ભવનાથ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમૃમુનિ મહારાજના હસ્તે મનસુખભાઈ વાજાને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ સત્યમ સેવા યુવક મંડળના નેજા હેઠળ ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના સેવાના દોરમાં હજુ પણ સારી સેવા કરી શકે તે હેતુથી પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ દ્વારા આશીર્વાદ આપી પોતાનો રાજીપો વ્યક્ત કરી, ચેક અર્પણ કરવામાં આવેલ હતો. આ સાથે કાર્યક્રમમાં પ્રો. વજુભાઈ દામાણી તેમજ અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!