પોરબંદર જીલ્લાના કડછ ગામે રહેતા વિજયભાઈ હિરાભાઈ મારૂ(ઉ.વ.ર૮)એ મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએમ-૮૪૩૪ના ચલાક કિસનભાઈ સોંદરવા રહે.બગસરા ઘેડ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના પિતા હીરાભાઇ તથા મોટરસાઈકલ ચાલક કિશનભાઇ સોંદરવા પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ રજી.નં. જીજે-૧૧-એએમ-૮૪૩૪ વાળી લઇ બગસરા ઘેડથી માંગરોળ જતાં હતા તે દરમ્યાન લોએજ ગામ પાસે મોટરસાઈકલ ચાલકે પોતાના હવાલાની મોટરસાઈકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાઈકલને રોડ ઉપર રહેલ ખુંટીયા સાથે અથડાવી એક્સીડન્ટ કરી પાછળ બેસેલ હીરાભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમજ શરીરે નાની મોટી ઇજા કરી મોત નિપજાવી તેમજ પોતાને શરીરે નાની મોટી ઇજાઓ કરી ગુન્હો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા માંગરોળ મરીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.