જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ, મચ્છીપીઠ નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પંથકમાં બે સ્થળોએ જુગાર દરોડા : ૧૯ શખ્સોને ઝડપી લેતી પોલીસ
વંથલી પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વંથલી તાબાના નવલખી ધાર નામથી ઓળખાતી સીમમાં એક વાડી નજીક જાહેરમાં જુગાર રમતા ૧૦ શખ્સોને રૂા.ર,૧૮,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વંથલી તાલુકાના ગાદોઈ ગામની સીમમાં કુંભડી ગામના સીમાડે આવેલ માંડણભાઈ લાખાભાઈ કારેથા બહારથી માણસો બોલાવી અને પોતાની વાડીએ જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વંથલી પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ નવ શખ્સોને જુગાર રમતા કુલ રૂા.ર,પ૭,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

શીલ પંથકમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા
શીલના આજક ગામ નજીક નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને કુલ રૂા.૩ર,રપ૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!