બાંટવા : મધ્યપ્રદેશમાં એમબીબીએસમાં એડમીશન અપાવવાના બહાને ૧૮ લાખની છેતરપીંડી

0

મધ્યપ્રદેશમાં એમબીબીએસમાં એડમીશન અપાવવાની લાલચ આપી અને રૂા.૧૮ લાખની વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ બાંટવા પોલીસ મથકે નોંધાઈ છે. જુન માસ ર૦૧૯થી જાન્યુઆરી ર૦ર૦ દરમ્યાન બનેલા આ બનાવમાં ગઈકાલે બાંટવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બાંટવા તળાવ રોડ ઉપર રહેતા કમલેશભાઈ ચંદુલાલ આહુજા(ઉ.વ.૪૭)એ કેતનભાઈ કિરીટભાઈ ગોવિંદીયા રહે.ઉદયપુર, રાજસ્થાન વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીને આ કામના આરોપીએ ફરીયાદીના દિકરાનું ઇન્દોર મધ્યપ્રદેશમાં એમ.બી.બી.એસ.માં એડમીશન કરાવવાનો તથા એડમીશન ન થયે રૂપીયા પરત આપવાનો વિશ્વાશ અને ભરોશો આપી ફરી.પાસેથી રૂા.૧૮,૦૦,૦૦૦/- લઇ બાદમા એડમીશન નહી કરાવી વિશ્વાસઘાત કરી ફરીયાદી રૂપીયા પરત માંગતા ફરીયાદીને રૂપીયા છ – છ લાખના ખોટી સહીઓ વાળા ત્રણ ચેક આપી ફરીયાદી સાથે ઠગાઇ કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા બાંટવા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!