જન્માષ્ટમી પર્વે દેવભૂમિ દ્વારકામાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું

0

તંત્રની જહેમતથી સુચારૂ અને સફળ આયોજન કૃષ્ણ ભક્તોમાં આવકારદાયક બન્યું

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વની દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે તંત્ર દ્વારા તમામ પાસાઓમાં કરવામાં આવેલા માઇક્રો પ્લાનિંગ તેમજ સુચારુ આયોજન સાથે હાથ ધરવામાં આવેલા બંદોબસ્ત વચ્ચે છ દિવસના સમયગાળા દરમિયાન પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ – ભાવિકોએ દ્વારકાની મુલાકાત લીધી લઈ, કૃષ્ણ ભક્તિ કરી હતી. જન્માષ્ટમીના દિવસોમાં જાણવા મળતી વિગત મુજબ ગત મંગળવારે છઠ નિમિત્તે આશરે ૧૬,૦૦૦, બુધવારે સાતમના દિવસે આશરે ૭૩,૦૦૦, જ્યારે જન્માષ્ટમી નિમિત્તે એક દિવસમાં પોણા બે લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી કરી, ધન્યતા અનુભવી હતી. આટલું જ નહીં. નોમના દિવસે શુક્રવારે આશરે ૭૩,૦૦૦, શનિવારે આશરે ૧,૦૩,૦૦૦ તેમજ અગિયારસના રવિવારે આશરે ૬૧,૦૦૦ જેટલા દર્શનાર્થીઓ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. આમ, ગત મંગળવારથી રવિવાર સુધી પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં જિલ્લા કલેક્ટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી ડીવાયએસપી સમીર સારડા તેમજ તેમની ટીમ દ્વારા દિવસ-રાત એક કરીને દર્શનાર્થીઓલક્ષી અભિગમ દાખવી અને લોકો નિર્વિઘ્ને દર્શન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ માટે એએસપી રાઘવ જૈન તથા દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં દર્શનાર્થીઓની મહત્તમ સંખ્યામાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા દ્વારકામાં આ પર્વમાં કોઈ પણ પ્રકારની દુઘર્ટના કે અનિચ્છનીય બનાવ બન્યો નથી. જે વચ્ચે દર્શનાર્થીઓએ પણ તંત્રના આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!