પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા ઉપાશ્રયોમાં જપ, તપ, વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો

0

આત્માને શુધ્ધ કરવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢસહિત સૌરાષ્ટ્રભરમાં પર્યુષણ પર્વ પ્રસંગે સતત સાત દિવસ સુધી એટલે કે તા.૧૯મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ભવનાથ તળેટી ખાતે આવેલા રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબ પારસધામ ખાતે ચાર્તુમાસમાં બિરાજમાન છે અને ગુરૂવર્યની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજથી શરૂ થયેલા પર્યુષણ પર્વ નિમિતે આત્મ સાધનાના સાત પગથીયા કે જેમાં વર્ષ દરમ્યાન જે કર્મ બંધાઈ ગયા હોય તેને યાદ કરી સંતો, સાધ્વીજીઓ અને ગુરૂભગવંતો પાસે પાયર્શ્ચિત કરી તપ અને ત્યાગ કરી કર્મો ખપાવવામાં આવે છે. ઉપરાંત આ પર્યુષણ પર્વ દરમ્યાન ઉપાશ્રયોમાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન સમગ્ર સૌરાષ્ટ્રમાં થયું છે. જૈન સમાજમાં ભારે ઉત્સાવ પ્રવર્તિ રહ્યો છે અને ભાવિકો પર્યુષણ પર્વ દરમ્યાન યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!