જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષને ગાંજા, ચરસના વ્યસની બતાવતા શિષ્યોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે જીલ્લા કલેકટરને આવેદન આપી સોશ્યલ મિડીયામાં પોસ્ટ, વિડીયો કલીપ મુકનાર સામે કડક પગલા લેવાની માંગ કરાઈ છે. આ અંગે મળતી વિગત તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીના ચિત્રોને લઈને ભારે વિવાદ થયો હતો. ત્યારે ઈન્દ્રભારતી બાપુએ તીખી પ્રતિક્રિયા આપી હતી. બાદમાં અનેક લોકોએ વાણી વિલાસ શરૂ કર્યો હતો. તે મુજબ પ્રકાશ કે. પીઠડીયા નામના શખ્સે સોશ્યલ મિડીયામાં પોતાના ૯૪ર૯ર૧૧૯પ૩ નંબર ઉપરથી વિડીયો અપલોડ કર્યો છે. આ વિડીયોમાં ઈન્દ્રભારતી બાપુને ગાંજાે, ચરસ પીતા હોય તેવા વ્યસનવાળા બતાવી બેફામ વાણી વિલાસ કર્યો છે. આ રીતે તેમણે ઈન્દ્રભારતી બાપુની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે. આ વિડીયોના કારણે ઈન્દ્રભારતી બાપુના સેંકડો સેવકોની લાગણી દુભાઈ છે. આ શખ્સે સનાતન ધર્મ વિશે ઘસાતું બોલવાની સાથે ઈન્દ્રભારતી બાપુની બદનક્ષી થાય તેવા વિડીયોમાં ઉચ્ચારણ કરી તેને વ્યાપકપણે સોશ્યલ મિડીયામાં વાઈરલ કરેલ છે. ત્યારે આ પ્રકારના ગુસ્તાખીથી બાપુના સેવકોમાં ભારે રોષ ફેલાયો છે. સનાતન ધર્મ અને સનાતની સાધુઓ વિશે એલફેલ બોલી બેફામ વાણી વિલાસ કરી પ્રકાશ કે. પીઠડીયાએ ગુનાહિત કૃત્ય કર્યું છે. ત્યારે અરવિંદ સોલંકી, લખન ઓડેદરા સહિત ર૦થી વધુ શિષ્યો-સેવકોએ જીલ્લા કલેટકરને આવેદન પાઠવી પ્રકાશ પીઠડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.