Tuesday, September 26

પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો બિન હરીફ થવા સાંસદ પૂનમબેન માડમને મોટી સફળતા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દેદારોની યોજનારી ચૂંટણીઓમાં બંને મહત્વના હોદ્દાઓ બિનહરીફ કરવા તથા ભાજપનું શાસન બરકરાર રાખવામાં હાલારના સાંસદ પૂનમબેન માડમને ઐતિહાસિક સફળતા મળી છે. જે ખૂબ જ પ્રશંસા પાત્ર બની રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખના મહત્વના હોદ્દેદારો બિનહરીફ થાય સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શાસન જારી રાખવામાં આવે તે માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખાસ કામગીરી હાથ ધરી અને ફોર્મ ભરવાના દિવસે સાંસદ તથા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના તમામ ૧ર સદસ્યો સાથેની મીટીંગ તથા સંકલન કરવામાં આવ્યું હતું. જેમાં ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસી અગ્રણીઓ સાથે ખેલદીલીપૂર્વકની નિખાલસ ચર્ચા તથા જિલ્લા પંચાયતમાં કુલ રર માંથી ૧૨ સભ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાની બાબત સાથે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર પ્રમુખ કે ઉપપ્રમુખના પદ માટે દાવેદારી ન નોંધાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રથમ વખત ઐતિહાસિક રીતે બિનહરીફ બની છે. અને રેકોર્ડ રૂપ ભાજપે બાકીના અઢી વર્ષ માટે પણ જિલ્લા પંચાયતનું સુકાન કબજે કર્યું છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકા પંચાયતમાં પણ બહુમતી સભ્યોને સાથે રાખીને ખાસ મીટીંગો યોજી, સાંસદ પૂનમબેન માડમ દ્વારા કુનેહપૂર્વકનું સંકલન કરતા ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પણ બિનહરીફ થયા છે અને ભાજપનું શાસન જારી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ઐતિહાસિક જીત તથા ખંભાળિયા તાલુકા પંચાયતમાં બિનહરીફ કબજાે મેળવવા માટે સાંસદ પૂનમબેન માડમનું સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ કુનેહપૂર્વકનું કાર્ય રાજકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું બની રહ્યું છે.

error: Content is protected !!