કલ્યાણપુરમાં જુગારની જામેલી મહેફિલ પર એલસીબીનો દરોડો : રૂા.સવા લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝબ્બે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ડાંગરવાડ ગામે રહેતા સવા રાણા ઓડેદરા નામના શખ્સ દ્વારા પોતાના પોતાની વાડીએ આવેલા કબજા ભોગવટાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે સવા રાણા ઓડેદરા, વિંઝા કારા મોઢવાડિયા, કાના કારા ગોરાણીયા, ર્નિમલ પુંજા અમર, લીલા રામા મોઢવાડિયા, લીલા કરસન અમર, રાજુ હરભમ ઓડેદરા અને કાના વિરમ મોઢવાડિયા નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૬૦,૯૧૦ રોકડા તથા રૂપિયા ૩૧ હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૧,૨૧,૯૧૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ દેવમુરારી, પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જાેગલ, ગોવિંદભાઈ કરમુર તથા વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!