કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી

0

કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ પ્રાંત અધિકારી કિશન ગરચરની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યોની ખાસ સાધારણ સભા જીલ્લા વિકાસ અધિકારીનાં આદેશ મુજબ મળી હતી જેમાં વહીવટી તંત્રનાં તાલુકા વિકાસ અધિકારી આર. એમ. ત્રિવેદી, નાયબ મામલતદાર રોહિતભાઈ ડાભી, આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી ધર્મેન્દ્રભાઈ પંડ્યા જેમાં આવનારાં અઢી વર્ષ માટે સામાન્ય મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર હોય ત્યારે સતાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રમુખ તરીકે માલતીબેન ભનુભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે જયતાભાઈ જીવાભાઈ સિસોદિયાનાં નામ જાહેર કર્યા હતાં જેઓના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા બાદ અન્ય ફોર્મ સમયમર્યાદામાં રજુ કરવામાં ન આવતાં સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.કેશોદ તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકોમા સતાધારી પક્ષ ભાજપના બાર સભ્યોમાથી અગીયાર સભ્યો અને છ સભ્યોમાથી ત્રણ સભ્યો ખાસ સાધારણ સભામાં હાજર રહ્યાં હતાં. કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે સવારથી જ સતાધારી પક્ષના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો શુભેચ્છાઓ આપવા ઉપસ્થિત થયાં હતાં. કેશોદના મુખ્ય માર્ગો પર નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. કેશોદના ચાર ચોક ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ આપી હતી. કેશોદ તાલુકા પંચાયતના નવાં વરાયેલા પ્રમુખ માલતીબેન
ભનુભાઈ ઓડેદરાનાં પરિવારજનો પંચાળા ગ્રામ પંચાયતના સરપંચ અને એક ટર્મ ઉપસરપંચ રહી ચુક્યા છે અને વિકાસલક્ષી કામો કરી જબ્બર લોકચાહના મેળવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લાં પચ્ચીસેક વર્ષથી નિષ્ઠાપૂર્વક જાેડાયેલા ભનુભાઈ ઓડેદરાની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પસંદગી કરવામાં આવતાં ઘેડ પંથકમાં ખુશી વ્યાપી ગઈ છે. કેશોદ મેર સમાજના અગ્રણીઓ રામભાઈ કેશવાલા, ચિરાગભાઈ સુત્રેજા,વિરમભાઈ ઓડેદરા સહિત ઉપસ્થિત રહીને નવનિયુક્ત કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરાને શુભેચ્છાઓ આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર ડી. એચ. વાળા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, દિલીપભાઈ મોરી, દેવાભાઈ ભારાઈ, યશવંતસિહ યાદવ, મનહરસિહ દયાતર દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

error: Content is protected !!