ગીર સોમનાથ જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત

0

ગીર સોમનાથ જીલ્લા પંચાયત તેમજ જીલ્લામાં આવેલ છ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ સીટો પર ભાજપનો દબદબો યથાવત રહેલ છે અને નવનિયુક્ત પદાધિકારીઓને જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહીતના આગેવાનો દ્વારા આવકારેલ છે. ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પદાધિકારીઓ માટે ચુંટણી જાહેર થયેલ જેમાં જીલ્લા કલેક્ટર આર.જી. વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને કાર્યવાહી યોજાયેલી જેમાં જીલ્લા પંચાયતમાં મંજુલાબેન મુછાળ પ્રમુખ પદે જ્યારે ઉપપ્રમુખ પદે રાજવીરસિંહ ઝાલાની બિનહરીફ વરણી થયેલ છે. આ ઉપરાંત જીલ્લામાં આવેલી છ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ પર ભાજપની સત્તા રહેલ છે જેમાં (૧) કોડીનાર તાલુકા પંચાયતમાં પ્રમુખ દીપસિંહભાઈ બારડ તથા ઉપપ્રમુખ વિશાલભાઈ ગાધે (૨) તાલાલા તાલુકા પંચાયતમાં પ્રમુખ અનિલાબેન ગોવિંદભાઈ બારડ તથા ઉપપ્રમુખ મોતીબેન ભરડા (૩) ઉના તાલુકા પંચાયતમાં પ્રમુખ એભાભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ પુનુબા ગોહિલ (૪) વેરાવલ તાલુકા પંચાયતમાં પ્રમુખ જયાબેન ઝાલા તથા ઉપપ્રમુખ જમનાબેન ભરતભાઈ બાકુ (૫) સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભીખાભાઇ વાજા તથા ઉપપ્રમુખ રમેશભાઇ બારૈયા અને (૬) ગીરગઢડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભગવતીબેન સાખટ તથા ઉપપ્રમુખ દિવાળીબેન કિવેચા જાહેર થયેલ છે. આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પીઠીયા, મહામંત્રી દિલીપભાઇ બારડ સહિતના આગેવાનો દ્વારા આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!