જૂનાગઢમાં ગત તા.૧૩ જુનના રોજ મોતીબાગ પાસે તનિષ્ક સોના-ચાંદીના શો-રૂમમાં ચોરી થયેલ જેનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને એસપી હર્ષદ મહેતાએ સન્માનપત્ર આ શો રૂમના સંચાલક ફોરમભાઈ સોનૈયાની ઉપસ્થિતીમાં સન્માનીત કર્યા હતા.
આ બનાવ અંગેની વિગત એવી છે કે તનિષ્કના આ શો રૂમમાં અજાણી સ્ત્રી સોનાની બંગડીઓ લેવાના બહાને આવી શો રૂમના સ્ટાફની નજર ચુકવી બે સોનાની બંગડી જે રર કેરેટની ર૯.૭૩૦ ગ્રામ વજનની કિ.રૂા.ર,૦ર,૦૬૭ની ચોરી કરી લઈ અને બે અજાણ્યા પુરૂષ સાથે સફેદ અર્ટીગા કારમાં જતા રહેલ અને પોલીસે શો રૂમના અને આસપાસના સીસીટીવી કેમેરાઓ તપાસવામાં આવતા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલ, ચેતનસિંહ સોલંકીના હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ માધ્યમથી બાતમી હકીકત મળેલ અને જૂનાગઢથી રાજકોટ તરફ આ મહિલા અને બે પુરૂષો રવાના થઈ તેનો પીછો કરી રાજકોટ જીલ્લાના ભરૂડી ટોલનાકા પાસેથી અર્ટીગા ફોર વ્હીલ અને તેમાં બેસેલ પુનમબેન ઉર્ફે પુર્ણી કમલેશભાઈ ચંન્દ્રકાંત વિનોદ જીવરાજ પરમાર અને જગદિશસિંગ રાઠોડ બંને રહે.છારાવાળાને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સી ડીવીઝનના પીએસઆઈ જે.એમ.વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ રામકુભાઈ ધાંધલ, ચેતનસિંહ સોલંકી, નેત્રમ શાખા ચેતનભાઈ સોલંકી, રામશીભાઈ ડોડીયા સહિતનાને એસપી હર્ષદ મહેતાએ સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.