જૂનાગઢ કામદાર સોસાયટી વિસ્તારમાં બનેલા એક બનાવમાં ઉછીના પૈસા આપી દીધા હોવા છતાં પૈસાની માંગણી કરાતા તે બાબતે હુમલાનો બનાવ બનેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કામદાર સોસાયટી ખાતે રહેતા સુમીત અજયભાઈ મકવાણા(ઉ.વ.૧૯)એ રમેશભાઈ માનસિંગભાઈ, વિનોદ માનસિંગભાઈ, હંસાબેન તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદીને હાથ ઉછીના રૂા.૫૦,૦૦૦ વાપરવા આપેલ હતા અને આ કામના ફરીયાદીએ આરોપીને રૂપીયા પાછા આપી દીધેલ તેમ છતા આરોપીઓએ ફરીયાદી પાસે ફરીયાદીએ પૈસાની માંગણી કરવા જતા ફારીએ કહેલ કે અમોએ તમારા પૈસા આપી દીધેલ છે તમો અમારી પાસે પૈસા કેમ માંગો છો તેમ કહેતા આરોપીઓ એ ઉશ્કેરાઇ જઇ ફરીને તથા આરોપીઓને ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી છાતીના ભાગે છરી મારી ઇજા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩ર૪, ૩ર૩, પ૦૬(ર), ર૯૪(ખ), ૧૧૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.વી. આંબલીયા ચલાવી રહ્યા છે. દરમ્યાન આ બનાવ અંગે સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં રમેશભાઈ માનસિંગભાઈ મકવાણા(ઉ.વ.૪ર) રહે.કામદાર સોસાયટી વાળાએ સુમિતભાઈ અજયભાઈ મકવાણા તથા અજયભાઈ જેન્તીભાઈ મકવાણા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીએ આરોપીને વાપરવા માટે રૂા.૬૦,૦૦૦/- વાપરવા આપેલ હતા તે પૈસા આ કામના આરોપી આપતા ના હોય જેથી ફરીયાદી પૈસા લેવા માટે આરોપીના ઘરે ગયેલ હતા અને આ કામના ફરીએ પૈસા માંગતા આરોપીએ કહેલ કે પૈસા નથી દેવા તેમ કહી આ કામના આરોપી એક દમ ઉશ્કેરાઇ જઇ તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પાડતા આ કામના આરોપી સુમીતે તેના હાથમાં રહેલ લોખંડનો પાઇપ ફરીને કપાળમા મારી દેતા લોહી કાઢી તથા ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી એક બીજાને મદદગારી કરી જિલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરેલ છે.
ભેસાણના ચુડા ગામે નળની પાઈપલાઈન કાપી નાખવા બાબતે હુમલો
ભેસાણ તાલુકાના ચુડા ગામે રહેતા નિતાબેન શૈલેષભાઈ વઘાસીયા(ઉ.વ.૪૪)એ વાસંતીબેન મુન્નાભાઈ તથા તેના પતિ મુન્નાભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી સવારે સાડા આઠેક વાગ્યે પાણીના નળમાં પાણી ઓછું આવતું હોય જેથી ફરીયાદી બહાર જાેવા જતા ફરીયાદીના નળની પાઈપ લાઈન ફરીયાદીની બાજુમાં રહેતા આરોપી નં-૧ વાળાએ કાપી નાખેલનું જણાતા તેમને આ પાઈપ લાઈન શુ કામે તોડી નાખેલ છે તે બાબતે પુછતા આ આરોપી એક દમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી છુટી લાકડીનો ઘા કરી અને છુટા પથ્થરના ઘા કરી ફરીયાદીને ડાબા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ઇજા પહોચાડેલ હોય બાદ રાત્રીના નવેક વાગ્યે બન્ને આરોપી કહેવા લાગેલ કે તે અમારૂ શું બગડી લીધૂ તેમ કહી ભુંડી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ઘમકીઓ આપી ફરીયાદીના ફળીયામાં છુટા પથ્થરોના ઘા કરી જીલ્લા મેજી.ના હથીયારબંધી વાળા જાહેરનામાનો ભંગ કરી બન્ને આ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૩૩૭, ૧૧૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરેલ છે.
મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક ટ્રેકટરે મોટરસાઈકલને હડફેટે લેતા અકસ્માત : એકનું મૃત્યું
મેંદરડા તાલુકાના બગડુ ગામે હાલ રહેતા મીરાબેન મુન્નાભાઈ નરગાવે(ઉ.વ.૩પ)એ અજાણ્યા ટ્રેકટર ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના પતિ મુનાભાઇ અભાસીયા નરગાવે તથા સાહેદ પ્રકાશ મદનસિંહ સોલંકી રહે- બગડુ ભરતભાઇ શશીંકાતભાઇ પટેલની વાડીએ મુળ રહે- ગામ બોરી તા.જી. બળવાની(મ.પ)વાળા પોતાના હવાલાવાળી મોટરસાઈકલ ચલાવીને બગડૂ ગામે જતા હોય અને મોટરસાઈકલ સાહેદ પ્રકાશભાઇ મદનસિંહ સોલંકી ચલાવતા હોય ત્યારે દાત્રાણા ગામે પહોચતા એક અજાણ્યા ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ટ્રોલી સાથેનું પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી સાહેદ પ્રકાશ મદનસિંહ સોલંકી ચલાવી રહેલ મોટરસાઈકલ સાથે ભટકાવી સાહેદ તથા ફરીયાદીના પતિ મુનાભાઇ અભાસીયાને શરીરે નાની મોટી તથા ગંભીર ઇજાઓ કરી જેમાં ફરીયાદીના પતિ મુનાભાઇ અભાસીયા મરણ ગયેલ અને સાહેદને ઇજા થયેલ અને ટ્રેકટર ચાલક પોતાનું ટ્રેકટર લઇ નાસી જઇ ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા આરોપી વિરૂધ્ધ પોલીસે કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ), એમ.વી.એક્ટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ મેંદરડા પોલીસ ચલાવી રહી છે.
જૂનાગઢમાં જુગાર દરોડો : છ ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે જાેષીપરા, શાંતેશ્વર, ઓઘડનગર, શેરી નં-૬માં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૭ર૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે એક અન્ય જુગાર અંગેના દરોડામાં ચોરવાડ પોલીસે ચોરવાડ ગામ હાલાવાવમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.પપ,૯પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે આ દરોડા દરમ્યાન ત્રણ શખ્સો નાસી છુટયા હોય કુલ આઠ શખ્સો સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.