યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો

0

મધરાત્રીથી જ પિતૃનો થયો પ્રારંભ : મોક્ષ પીપળે પાણી રેડવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા ભારે ઘસારો

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ભાદરવી અમાસ દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પૂજા-અર્ચના, સરસ્વતી નદીમાં સ્નાન કરવા મધરાત્રીથી જ પ્રારંભ થયો હતો. આ દિવસે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો અને મધરાત્રિથી જ પિતૃનો પ્રારંભ થયો હતો. જેમ જેમ રાત વીતતા જ તેમ તેમ શ્રદ્ધાળુ આવા માડ્યા હતા. સૌ પ્રથમ પૂર્વવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે ઓમ સર્વે પિતૃભયોનમઃ બોલી પિતૃઓના આત્માને શાંતિ માટે પોત પોતાના પિતૃઓનું નામ લઈને મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને આત્માને શાંતિ માટે ૧૦૮ પ્રદિક્ષણા ફરીને પુણ્યનું ભાથું બાંધે છે અમાસ હોવાથી તીર્થ સ્થાનનું પણ અનેરૂ મહત્વ હોય છે. આથી આ દિવસે તથા પૂનમનું શ્રાધ પણ કરાય છે. આ દિવસે દાનનું પણ અનેરૂ મહત્વ રહ્યું છે. જેનું અનેક ઘણું ફળ મળે છે. આ દિવસે મહાદેવને દૂધ કાળા તલ અને સાકર મિકસ કરીને ચડાવવાથી ગ્રહ પીડા દૂર થાય છે. પિતૃદોષનિવારણ માટે ઉત્તમ દિવસ ગણાય છે. અમાસના પાવન દિવસે અહીં સરસ્વતી ઘાટ ઉપર માનવ કીડીયાળુ ઉમટી પડે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અમાસના દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન – દક્ષિણા બ્રાહ્મણોના આપી સરસ્વતી નદીમાં બિરાજતા શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી સરસ્વતી નદીના તટ ઉપર બિરાજતા શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી પુણ્યનું ભાથું બાંધે છે. લોકમેળામાં ભારે માત્રામાં સ્વયંભૂ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાવ ભક્તિ કરતા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પોતાની ધન્યતા અનુભવે છે. ભારતભરમાંથી આ લોકમેળામાં અમાસના દિવસે સો વાર કાશી એક વાર પ્રાચી હજારો યાત્રાળુઓ આવતા હોય છે. ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને રોડ ઉપર ટ્રાફિક જામ જાેવા મળે છે. જેમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વાઘેલા તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષાને લઇને સુંદર વ્યવસ્થા ગોઠવી સુંદર કામગીરી કરવામાં આવી હતી. આજે અહીં આશરે એક લાખથી વધુ ભાવિકોએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પ્રાચી તિર્થમાં પિતૃઓના આત્માની શાંતિ માટે નારાયણ બલી, પ્રેતબલી, લીલ, નાગબલી, પિતૃ તર્પણ તેમજ કોઈ પણપ્રકારના પિતૃશ્રાદ્ધ કરાવવા માટે તેમજ ગ્રહશાંતિ, નક્ષત્ર શાંતિ, ગ્રહ જાપ, લઘુરૂદ્ર, નવચંડી યજ્ઞ, કાલ સર્પ યોગ શાંતિ, ગૃહ વાસ્તુ વગેરે વિધિ કરવામાં આવે છે. આજના દિવસ નિમિત્તે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુ પાણી રેડવા તથા પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો.

error: Content is protected !!