ભેંસાણ પંથકમાં કુટુંબી સગાનું કાળુ કરતુત : ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, ધરપકડ

0

જૂનાગઢ નજીકના ભેસાણમાં એક કુટુંબી સગાએ હેવાન બનીને ૯ વર્ષની બાળકીને મોં ઉપર મુંગો દઇ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ત્વરિત નરાધમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભેસાણ તાલુકામાં રહેતા એક પરિવારની ૯ વર્ષની દીકરી તા.૧૦નાં રોજ સાંજના સમયે પોતાના ઘરે એકલી હતી અને તેના માતા-પિતા બાજુમાં પાડોશીને ત્યાં બેસવા ગયા હતા. ત્યારે પાછળથી આ પરિવારનો તેના જ ગામમાં રહેતો કુટુંબી સગો તેમનાં ધરે આવ્યો હતો. અને દીકરીની એકલી જાેઈને આ ઈસમે બાળકી સાથે બળજબરી કરી હતી. જેને લઈને સગીરા બૂમ પાડે નહિ તે માટે આ શખ્સે તેના મોં ઉપર મુંગો દઈને દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનાથી બાળકી ડરી ગઈ હતી. અને ગુમસુમ થઈ ગઈ હતી. દીકરી કંઈ બોલતી ન હોવાથી તેની માતાએ પૂછતા દીકરી ભાંગી પડી હતી. અને તેના કુટુંબી સગાએ આચરેલી હેવાનિયતથી વાકેફ કરતા પરિવારના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. આથી બાળકીની માતા સહિતનાં પરિવારજનો ભેસાણ પોલીસ સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. અને દીકરી ઉપર થયેલા કુકર્મની વિગતો જણાવતા પોલીસ પણ હચમચી ગઇ હતી. મંગળવારની રાત્રે ૧૧ઃ૩૦ કલાકે ભેસાણના પીએસઆઈ ડી. કે. સરવૈયાએ ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદ લઇ આરોપી પોકસો એક્ટની કલમ વગેરે મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ઘટનાનાં પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ ભેસાણ ખાતે દોડી જઈને તપાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરમ્યાન આ અંગેની તપાસ જૂનાગઢ મહિલા પોલીસ મથકના એચ.પી. ગઢવીને સોંપવામાં આવતા તેઓએ તુરત જ આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. મહિલા પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીની ઉંમર ૨૨ વર્ષની છે. તેનું અને ભોગ બનનાર દીકરીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!